વલસાડ: વહીવટીતંત્રની કામગીરી હાલમાં ‘નાથ વગરના ઘોડા જેવી’ કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો દિવસેને દિવસે જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એક વખત વલસાડના વહીવટીતંત્ર અધિકારીઓ દ્વારા વલસાડની ચણવાઈ ગ્રામ પંચાયતની પરવાનગી વગર ચણવઈ વાડીફળિયા ખાતે ડેમની ઉંચાઇ વધારવાની કામગીરી દમણગંગા વિભાગ વલસાડ દ્વારા ચાલુ કરી દેવામાં આવી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.
જુઓ વિડીઓ…
Decision News ને મળેલી માહિતી મુજબ લસાડની ચણવાઈ ગ્રામ પંચાયતની પરવાનગી વગર ચણવઈ વાડીફળિયા ખાતે ડેમની ઉંચાઇ વધારવાની કામગીરી દમણગંગા વિભાગ વલસાડ દ્વારા ચાલુ કરી દેવામાં આવતાં ગ્રામજનોના ખેતરોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઉભી થશે અને અધૂરામાં પૂરું સમસ્યાઓ સર્જાય શકે તેના માટે ગ્રામજનોને આગોતરા કોઈ જાણકારી પણ આપવામા આવી નથી.
આ ઉપરાંત ડેમના કારણે નદી કિનારે આવેલા મહાદેવના મંદિરે પુજા વિધિઓ નહી થાય કારણ પુંજા વિધીનુ સ્થળ પણ દુબાણમા જશે. નામ ન આપવાનું કહી એક અધિકારી જણાવે છે કે અંદાજીત 4 ફુટ ડેમ ઉંચો થશે જેના માટે 1,06,00,000/- ( એક કરોડ છ લાખ ) ની ફાળવણી કરવામા આવી છે. તમે માનશો નહિ પણ આ ગામમા જ “જલ સે નલ” યોજનાનુ પાણી ઘરે ઘરે નથી પહોંચ્યુ પરંતુ નાઇટ્રેકસ કંપનીમા પાણી વધુ મોકલવા માટેના આ પ્રયત્નો ગ્રામ પંચાયતની પરવાનગી વગર કામ ચાલુ કરી દેવાયુ છે.
આ કંપનીને પાણી પહોંચાડવા માટે અગાવ 3 વર્ષ પહેલા પણ પાણીની લાઈન લઈ જતી વખતે ગ્રામજનો સાથે સંઘર્ષ થયો હતો અને ગામના 6 જેટલા યુવાનો પર જુઠા કેસો કરી જેલમા ધકેલાવામા આવ્યા હતા .આજે 3 વર્ષ બાદ ફરી ડેમ ઉંચો કરવાની કામગીરી ચાલી રહી છે. પણ ગ્રામ પંચાયતની પરવાનગી લેવામા નથી આવી. જેથી “ન લોકસભા ન વિધાનસભા સબસે બડી ગ્રામસભા ” સુત્ર વલસાડ જીલ્લા વહીવટીતંત્રએ ખોટુ પાડી દીધું છે એવી લોક્બૂમ સાંભળવા મળી રહી છે.