ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તાર નાનીઢોલ ડુંગરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1,23,45,126/-(એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર 126) રૂપિયા ના ખર્ચે બનનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્ધઘાટન ધારાસભ્યશ્રી અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું.

જુઓ વિડીઓ…

Decision News ને કલ્પેશ પટેલ જણાવે છે કે આ આયુષ્માન આરોગ્ય મંદિરથી મોટી ઢોલડુંગરી અને તેની આજુબાજુ ના ગામોને સારી સુવિધા ઉપલબ્ધ થશે અને સ્ટાફના મિત્રોને કહેવામાં આવ્યું કે પેશન્ટ ભગવાનનું રૂપ છે એટલે ભગવાનની પૂજા કરો એ રીતે આવેલ દર્દીની પણ સાર સંભાળ રાખજો ની વાત કરી સાથે કોન્ટ્રાકરને ચોખી રેતી વાપરવા અંગે અને વ્યવસ્થિત કામ કરવા અંગેનું પણ સૂચન કરવામાં આવ્યું.

આ ઉદ્ધઘાટન પ્રસંગે ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ, વિરવલ ગામના સરપંચ શ્રી પ્રતીક પટેલ, મરઘમાંળ ગામના સરપંચશ્રી રજની પટેલ, બામટી ગામના સરપંચશ્રી વિજય પટેલ, કરજવેરી ગામના સરપંચ શ્રી વિજય ભાઈ, ભાંભા ગામના સરપંચશ્રી કૌશિક પટેલ, નાની ઢોલ ડુંગરી ગામના માજી સરપંચશ્રી જીતેન પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગણેશ ભાઈ બિરારી,વિમલ પટેલ તાલૂકા પંચાયત સભ્યશ્રી સુરેખા બેન અને ડૉ.શ્રી ઓ, સ્ટાફ નર્સ બેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા