ચીખલી: ચીખલી તાલુકામાં ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવતાં રૂમલા માંથી આંબાપાડા અને સિયાદા માંથી પ્રધાનપાડા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી. પણ લાંબા સમય સુધી ચુટંણી ન થવાના કારણે લોકોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે.

Decision News ન મળેલી જાણકારી મુજબ ઉપરોક્ત ગ્રામ પંચાયતોનું વિભાજન થયાને લાંબો સમય વીતવા છતાં આ ચારેય ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ નથી. આ ઉપરાંત કણભાઈ અને સતાડીયા ગ્રામ પંચાયતોમાં પણ સરપંચની મુદત પૂર્ણ થયાને ઘણો લાંબો સમય વિતવા છતાં ચૂંટણીના યોજાતા ઉપરોક્ત રૂમલા, આંબાપાડા, પ્રધાનપાડા, સિયાદા, કણભાઈ અને સતાડીયા મળી કુલ 6 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદાર થી ગાડું ગાબડાંવાઈ રહ્યું છે.

આ ઉપરાંત અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં સરપંચ પદ ખાલી થતાં ઢોલુંમ્બર, સાદકપોર અને નોગામા ગ્રામ પંચાયતમાં ઈન્ચાર્જ સરપંચોથી કામ ચલાવાઈ રહ્યું છે તથા ઘેટકી ગ્રામ પંચાયતમાં સરપંચનું અવસાન થયાના કારણે ઈન્ચાર્જ સરપંચ છે. આમ ચાર જેટલી ગ્રામ પંચાયતમાં ઈન્ચાર્જ સરપંચોથી ગાડું ગબડાવાઈ રહ્યું છે. વધુમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યોની બેઠકો પણ કોઈના કોઈ કારણોસર ખાલી પડેલ છે. તેમાં પણ ચૂંટણી યોજાતી નથી ત્યારે લાંબા સમયથી વહીવટદારો અને ઈન્ચાર્જ સરપંચથી ગાડું ગબડાવી ચૂંટણી ના યોજવામાં આવતા વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

આ સમગ્ર મુદ્દે..ચૂંટણી અંગેનો નિર્ણય ચૂંટણી પંચ કરશે તાલુકામાં મુદત પૂરી થતાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાના કારણે ખાલી પડેલ હોય તેવી તમામ ગ્રામ પંચાયતો અહેવાલ કે તે સમયે સબંધિત કચેરીમાં તાલુકા પંચાયત દ્વારા કરી દેવામાં આવે છે. ચૂંટણી અંગેનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરાતો હોય છે. એમ ચેતનભાઈ દેસાઈ તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે.