ભરુચ: વર્તમાન સમયના ભરૂચ લોકસભાના ઉમેદવાર અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઇ વસાવાની આગેવાનીમાં હાલ ભરૂચ જિલ્લામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન ચૈતરભાઇ વસાવાએ લોકો સાથે મુલાકાત કરીને સ્થાનિક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. ભરૂચ જિલ્લાના ગામોમાં ચૈતરભાઇ વસાવાને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.

જુઓ વિડીઓ..

Decision News ને મળેલી માહિતી મુજબ ચૈતરભાઇ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, જો કોંગ્રેસના તમામ આગેવાનો, સ્થાનિક આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત ગામના વડીલો સાથે મળીને જો આ વખતે આ ચૂંટણી લડીશું તો આવનારી લોકસભા ચૂંટણીમાં આપણી ચોક્કસ જીતીશું અને ભરૂચ લોકસભા સીટ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરીશું. કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર બન્યો છું તે મારા માટે એક ગર્વની બાબત છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપે હંમેશા હિંદુ મુસ્લિમની રાજનીતિ કરીને અને આદિવાસી, દલિત, મુસ્લિમ, રાઠોડ, રાજપુત જેવા તમામ સમાજના લોકોને ગેરમાર્ગી દોરીને ચૂંટણીઓ જીતી છે. પરંતુ આ વખતે જો આપણે બધા સાથે મળી જઈશું તો આ લોકોની ધર્મની રાજનીતિ ચાલશે નહીં. આ ચૂંટણીમાં એ લોકોનું અભિમાન તોડી નાખીશું.

આ સાથે એમને ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ને લઇ ને કીધું હતું કે આ વખત મનસુખભાઇ ને નિવૃત કરી ઘરે બેસાડવાના છે, દાદા ની ઉંમર થઈ ગઈ છે અને એમની તબિયત બરાબર રહતી નથી, ભરૂચ લોકસભા બેઠક પર થી છ વખત સાંસદ બની એમને આજ સુધી એક પણ કામ કર્યું નથી, આ વખત એક તક મને આપો હું એક વાર સાંસદ બની આપના બધા કમો હું કરી આપીશ.