વાંસદા: એક દિવસ પહેલાં જ વાંસદાથી ધરમપુર જતાં હાઇવે 56 પર આવેલ ગામ વાડીચૌંઢા ગામમાં આવેલ વળાંક પાસે આવેલ ખાડામાં ચીખલી તાલુકાના ઘોડવણી ગામની ફોર વ્હીકલ ખાબકી હતી જેમાં 24 વર્ષીય યુવાન રાહુલની ઘટના સ્થળ પર જ અકસ્માતમાં મોત થયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના ઘોડવણીમાં રહેતા 24 વર્ષીય રાહુલ નરેશભાઈ પટેલ 1 લી માર્ચના રોજ રાત્રે તેમના ફળિયામાં રહેતા ચેતન અરવિંદભાઈ પટેલની GJ-21-AH-1102 નંબરની કાર લઇ તેમની સાથે વાંસદા-ધરમપુર હાઈવે પર કાવડેજ ગામની એક હોટેલમાં જમવા માટે ગયા આવ્યા હતા. જમી લીધા બાદ 12.30 કલાકે ત્યાં થી નીકળ્યા અને થોડે દુર આવેલા વાડીચૌંઢા ગામમાં પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં ચાલક રાહુલે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં હાઈવેની સાઈટ પરના ઝાડ સાથે કારને ભટકાવી હતી જેથી ગંભીર અકસ્માત થયો હતો.
અકસ્માતમાં રાહુલને માથાનાં ભાગમાં ગંભીર ઈજા થતા 108 મદદથી તાત્કાલિક ધોરણે વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પણ ડોકટરે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું. વાંસદા પોલીસ આ ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે.