વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં રોડ કોન્ટ્રકટરો દ્વારા વિકાસના નામે વેઠ ઉતારવામાં આવી રહી છે. તેના તાજા ઉદાહરણ રંગપુર, કણધા અને વાંગણ જેવા ગામોમાં હાલમાં નવનિર્મિત રસ્તાઓ માત્ર પંદર દિવસમાં જર્જરિત બનતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.પણ તંત્રને તો કોઈ ફર્ક પડતો નથી એમ લાગે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વર્ષોથી વાંસદા તાલુકાના અનેક ગામોના રસ્તાઓ ઉબડ ખાબડ હોય હાલમાં અંતરિયાળ વિસ્તારના તેમજ વાંસદા તાલુકાના અંદરના ગામોમાં આવાગમન માટે પ્રજાને ખૂબ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેને લઈ સરકાર દ્વારા 15માં નાણાં પાંચ તેમજ એટીવીટીની ગ્રાન્ટમાંથી જેવી અનેક વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જેમાં અંદરના ગામડાઓમાં રોડ,રસ્તા બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવતી હોય છે પરંતુ અમુક બિનઅનુભવી કોન્ટ્રાકટર તેમજ મોટે ભાગના રોડ રસ્તા બાબતનો બહોળો અનુભવ ધરાવતા ન હોય જેને લઈ રસ્તાઓ ટકાઉ અને ગુણવતાયુક્ત નથી બનતા જેથી આવા રસ્તાઓ માત્ર છ મહિના પણ નથી ટકતા તેમજ વરસાદમાં ધોવાઈ જતા હોય છે સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે રસ્તા બનવવામાં ક્વોલિટી વગરનું કામ થતું હોય છે તેમજ રસ્તામાં મોટા કપચા નાખી એના પર ઝીણી કપચી નાખી નહિવત ઓઇલ જેવો ડામર પથરી કાપચીનું છારૂ નાખી દેવામાં આવતું હોય છે જેમાં રોડ રોલર માત્ર નામ પૂરતું ફેરવવામાં આવે છે જેથી રસ્તો બની જાય છે પરંતુ કામગીરીમાં વેઠ ઉતારવાને કારણે ટુક સમયમાં રસ્તામાં ડામર સાથે કાપચીના પોપડા ઉખડવા લાગતા હોય છે રંગપુર ગામે પાંચ દિવસ પહેલા બનેલા રસ્તા પર બાઇક મુકતા બાઈકનું સ્ટેન્ડ રસ્તામાં ખુંપી ગયું હતું રસ્તાઓ ટકાઉ ન બનતા હોવા છતાં તાલુકાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી કોન્ટ્રકટેરોની ફાઇલ ઓકે કરી પેમેન્ટની પણ ચુકવણી કરી દેતા હોય છે જો સામાન્ય વ્યક્તિ સમજી શકે છે કે રસ્તો ટકાઉ નથી તો સુપરવિઝન કરનારા અધિકારીઓ આ બાબતે કેમ અજાણ બની ભીનું સંકેલી લેતા હોય છે જેની જિલ્લા વિકાસ અધિકારીએ તાપસ કરાવવી જરૂરી છે જો તપાસ થાય તો અનેક તથ્યો સામે આવે એમ છે જેમાં કોન્ટ્રકટરો અને અધિકારીઓની તકાવરીની મિલીભગતમાં રોડ રસ્તા બાબતે પ્રજાનો ખો નીકળી રહ્યો છે
ગ્રામજનોના મંતવ્યો..
કલ્પનાબેન ગાવીત સ્થાનિક (રંગપુર):
કેટલાય વર્ષો પછી રસ્તો બન્યો છે પરંતુ રસ્તો સાવ ભંગાર બનાવ્યો છે રસ્તામાં ડામર ખૂબ ઓછો વાપર્યો છે જેથી આ રસ્તો ચોમાસામાં ધોવાઈ જાય તો નવાઈ નથી તેમજ હાલમાં નવો રસ્તો બન્યો જેમાં બાઇક સ્ટેન્ડ પર મુકતા બાઈકનું સ્ટેન્ડ રસ્તામાં ખુંપી ગયું અને રસ્તો ખોદાઈ ગયો છે.
ચેતનભાઈ જાધવ સ્થાનિક કણધા:
નવો રસ્તો બનાવ્યો છે પરંતુ નવા રસ્તા જેવું લેવલ દેખાવવું જોઈએ એવું નથી રસ્તામાં મટિરિયલ જે વાપરું જોઈએ એવું નથી વાપર્યું મટિરિયલ ખૂબ ઓછું વાપર્યું છે તેમજ રોડરોલર પણ એક જ વાર નામ માત્રનું ફેરવ્યું છે રસ્તો બની રહ્યો હતો ત્યારે અમે કીધું હતું કે અહીંયા આ ખામી છે તે ખામી છે પરંતુ અમારું જરા પણ સાંભળતા ન હતા આ રસ્તો ચોમાસામાં ટકવાનો નથી.

