કપરાડા: આદિવાસી યુવક યુવતીઓ જ્યારે રોજગારી માટે વાપી સેલવાસ જેવા શહેરોમાં જાય છે ત્યારે તેમની કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી કાળજી લેવામાં આવે છે. તેના અકસ્માતમાં મૃત્યુ થાય તો કેવી પરિસ્થિતિ ઉભી થાય છે આદિવાસી લોકોના મોતની કિંમત કેટલી આંકવામાં આવે છે તેનું ઉદાહરણ આજે સામે આવ્યું છે.

Decision News ને મળેલી વિગતો મુજબ આજે કપરાડા તાલુકાના સિલ્ધા ગામના એક યુવાન વાપીના ચલા ખાતે એક બહુમાળીય બિલ્ડીંગનું થઇ રહેલ બાંધકામમાં મજુરી અર્થે ગયો હતો. તે જ્યારે બિલ્ડીંગ બાંધકામનું ઉપર કામ કરી રહ્યા હતો ત્યારે અચાનક શરીરનું સંતુલન ગુમાવતાં બિલ્ડીંગ પરથી નીચે પટકાતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયાની ઘટના બનવા પામી હતી. અને કોન્ટ્રાક્ટર દ્વારા આ મોતના બદલામાં 1 લાખ 50,000 જેટલી નાની રકમ આપી આદિવાસી સમાજની હસી ઉડાવી છે એમ કહેવામાં કશું ખોટું નથી.

ઉપરથી પટકાયેલા મગનભાઈ આવાજી ખાડમ નામના યુવાનને લઈને પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહિ.. અને કોન્ટ્રકટરો આવા આદિવાસી મજુરોને સિક્યોરિટી ન આપી ક્યાં સુધી મોતનો ખેલ ખેલતાં રેહશે એ તો આવનારો સમય જ બતાવશે.. પણ મોતના આવા સોદાગરો સામે આદિવાસી નેતાઓ અને સંગઠનના આગેવાનોની ચુપ્પી પણ ઘણું બધું કહી જાય છે એ નક્કી છે.