સેલવાસ: આજરોજ સેલવાસના કરાડ (ખાડીપાડા) ગામમાં રહેતા અને સેલવાસમાં જ આવેલ અલોક કંપનીમાં કામ કરતાં 21 વર્ષના કૃણાલ સુરેશ ગાંગોડા નામનો યુવક મોડીરાતે સેલવાસ ખાતે આવેલ રખોલી પુલ ઉપરથી કુદકો મારી પોતાનું જીવન ટુકાવ્યાની ઘટના બનવા પામી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સેલવાસના કરાડ (ખાડીપાડા) ગામમાં રહેતા અને સેલવાસમાં જ આવેલ અલોક કંપનીમાં કામ કરતાં 21 વર્ષના કૃણાલ સુરેશ ગાંગોડા નામનો યુવક મોડીરાતે સેલવાસ ખાતે આવેલ રખોલી પુલ ઉપરથી કુદકો મારી અજાણ્યા કારણોસર આત્મહત્યા કરી લીધી હતી આ યુવકે આટલો મોટો કદમ કેમ લીધો જેની કોઈ જાણકારી હજુ સુધી જાણવા મળેલ નથી.
આ ઘટના મોડીરાતે થઇ હોવાનું માનવામાં આવે છે સવારે રખોલી પુલ નીચે કોઈ વ્યક્તિની લાશ છે એમ ખબર પડતા સાયલી પોલીસે યુવકની લાશનો કબજો લઇ ઘટના સ્થળે 108 બોલાવી સેલવાસ સિવિલ હોસ્પિટલ PM પ્રક્રિયા હાથ ધરી છે. આવી ઘટના સેલવાસમાં વારંવાર બનતી હોય છે તેમ છતાં કોઈ પ્રોટેક્સન જાળી તંત્ર દ્વારા બનાવવામાં આવી નથી બોલો..











