ડેડિયાપાડા: આજરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ શ્રીમતી શારદા દેવી ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં સવારે સ્કુલના શિક્ષકો સાથે મળીને વિધાર્થીઓને અલગ-અલગ વિજ્ઞાનની કૃતિઓ રજુ કરી નેશનલ સાયન્સ ડે ની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ શ્રીમતી શારદા દેવી ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ડેડિયાપાડામાં સવારે સ્કુલના શિક્ષકો સાથે મળીને વિધાર્થીઓને અલગ અલગ વિજ્ઞાનની કૃતિઓ બનાવીને શાળાના બાળકો અને વાલી ઓ માટે ખુલી મુકાઈ હતી. જેમાં વિધાર્થીઓ વાલીઓખુબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કૃતિઓ નિહાળીને બાળકો ટેલેન્ટ બતાવ્યું અને વાલીઓને વર્તમાન સમયમાં વિજ્ઞાન જગત વિજ્ઞાનિક ખેતી ગોલબોલ વોર્મિંગ આમ 20 જેટલી કૃતિઓ બનાવી ડેડિયાપાડામાં નેસનલ સાયન્સ ડે ની ભવ્ય ઉજવણી કરી હતી.

ડેડીયાપાડા તાલુકાની શ્રીમતી શારદા દેવી ઇંગ્લીશ મિડીયમ સ્કુલના આચાર્યશ્રી શિક્ષકોઅને ટસ્ટીઓના માર્ગદર્શન હેઠળ આયોજિત કરીને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રત્યે બાળકોને સિદ્ધિ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો સાથે ઉજવણી કરવામાં આવી હતી.