વાંસદા: રાજ્યમાં દવા ગટ ગટાવી અને અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે વાંસદાના ચાપલધરા થોડા સમય પહેલા આદિવાસી દીકરી પર દુષ્કર્મના કિસ્સામાં બદનામ અને વિવાદિત ચાપલધરા (નાની કોળીવાડ) માં આવેલ PTC કોલેજ માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ગતરોજ એટલે કે 27/02/2024 મંગળવારના રોજ વાંસદા તાલુકાના ચાપલધરા (નાની કોળીવાડ) માં આવેલી PTC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આહવાની રહેવાસી જાગૃતિબેન પવાર જે 17 વર્ષીય તેણે કોઈક અગમ્ય કારણો સર રાત્રીના 01 વાગ્યા ના સમય દરમ્યાન કોલેજના પ્રાથના ખંડમાં જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું
આ ઘટનાની જાણ રાત્રિ સમયના સ્ટાફ અને સંચાલકો અને ગામ અગ્રણીઓ દ્વારા 108 અને નજીકના પોલીસ સ્ટેશમાં કરવામાં આવી હતી અને આ ઘટનાની જાણ ગામ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી વાંસદાને જાણ કરવામાં આવી હતી. હવે મૃત્યુનું કારણ અકબંધ છે ત્યારે આજ વાંસદાની ચાપલધરા PTC કોલેજ થોડા સમય અગાઉ કોલેજની આદિવાસી વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યાને લઇને વિવાદોમાં હતી. અને હવે આ ભેદી સંજોગોમાં આપઘાત કાર્યની ઘટના સામે આવી છે ત્યારે આવી શારીરિક શોષણ અને આદિવાસી વિદ્યાર્થીઓને આપઘાત તરફ દોરી જતી આ PTC કોલેજ પર વાંસદા પોલીસ શું પગલાં લે છે અને આ ઘટનાની ધ્યાનથી ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘટનાનુ યોગ્ય કારણ બહાર આવે એમ છે.