આહવા: સંદેશ ન્યૂઝ ના ઈ-પેપર માં એવી રીતે પ્રચાર કરવામાં આવેલ છે કે.. ડાંગ ના AAP ના ઉમેદવાર સુનિલ ગામીત ભાજપમાં જોડાશે… તે બાબતે મારા તમામ આપના કાર્યકર્તાઓ અને જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મોટી સંખ્યામાં મારા સમર્થનમાં મતદાન કર્યું હતું તેમને સૌને સ્પષ્ટતા કરી હતી.

Decision News સાથે વાત કરતાં સુનિલ ગામિતે જણાવ્યું કે સમગ્ર ગુજરાત અને દેશમાં INDIA ગંઠબંધન થી ભાજપ ની પગ નીચેથી માટી ખસી ગઈ છે અને માટે લોકોમાં અમારા જેવા આપ પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા કાર્યકરોને બદનામ કરી લોકોમાં ધ્રુવીકરણ ફેલાવી ભાજપ પોતાના તરફે મતદાન કરાવવા માંગે છે.. ઉપરાંત અમારી અને ભાજપની વિચારધારા માં આસમાન જમીનનો ફરક છે તેમાં અમે ક્યારે પણ જોડાય શકીએ તેમ નથી. અમે આમ આદમી પાર્ટી ના ઈમાનદાર સૈનિક છીએ અને રહીશું અને ખાતરી આપીએ છીએ કે, ડાંગ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં અમે અમારા લોક લાડીલા ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલના તરફે મતદાન કરાવી મોટી લીડથી તેમને જીતાડવા માટે મહેનત કરીશું અને સાથે સાથે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં પણ અમે રાતદિવસ મહેનત કરી તેમની જીતાડી સંસદમાં આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરીશું… માટે આ જાહેરાત થી કોઈ ગેરમાર્ગે દોરાવવું નહીં.

તેમજ હવે પછી આ સંદેશ ન્યૂઝ ના ઈ-પેપર માં જે પણ પત્રકાર મારફતે મારી સાથે વાતચીત કર્યા વગર મને બદનામ કરવા માટે કોશિશ કરી છે તે માટે તંત્રી અને પત્રકાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સૌની જાણ સારું. આ પહેલા પણ અમારા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને બદનામ કરવા માટે આ પ્રકારે સમાચાર ફેલાવવામાં આવેલ હતા જે સમગ્ર જનતા માહિતગાર છે જ. માટે એવા ગોદી મિડિયાના સમાચારથી દૂર રહેવું. વધુમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે મતો આમ આદમી પાર્ટી ને આદિવાસી વિસ્તારોમાં મળ્યા હતા અને હાલમાં કોંગ્રેસ અને આપ ના મતો મળીને સમીકરણ ધ્યાને લેવામાં આવે તો ભાજપ હારે છે.