વાંસદા: ગતરોજ મહુવા તાલુકાના અનાવલ વીજ કંપની (Electricity company)ની ઘોર બેદરકારીના કારણે તાર તૂટીને નીચે પડ્યાની ઘટના બની હતી. સદનસીબે ત્યાં કોઈ નિર્દોષ વ્યક્તિ હાજર ન હતો નહિ તો જીવ ગુમાવવાનો વારો આવ્યા હોત એમ સ્થાનિકોનું કહેવું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના પાલગભાણ ગામમાં ભીનારથી અનાવલ જતા હાઈવે પરથી પસાર ટહેલી વીજ પોલની ચાલુ કરંટ વાળો તાર અચાનક તૂટીને રસ્તા પર આવી ગયાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર રજુવાતો કરવા છતાં અનાવલના વીજ કર્મચારીઓ આ બાબતે ધ્યાન આપતા ન હતા. તેમની આ બેદરકારીના લીધે આ ઘટના બની છે. આ તો સારું થયું કે ચાલુ કરંટનો તાર નીચે પડયો ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં થી પસાર થયો ન હતો નહિ તો તેના ઘટના સ્થળ પર જ રામ રમી ગયા હોત..
આ ઘટના આટલી ભયંકર હોવા છતાં અનાવલ વીજ કંપનીના કર્મચારીઓની આંખ ખુલી નથી હજુ પણ પાલગભાણ જેવા અનેક ગામોમાં અમુક જગ્યાએ તાર લટકેલા છે અને અમુક જગ્યા પર એકદમ નીચે આવી ગયા છે. ત્યારે આ કર્મચારીઓ કોઈનો જીવ જાય પછી જ કામગીરી હાથ ધરશે કે પછી ‘જૈસે થે’ની જ સ્થિતિમાં રેહશે તે હવે જોવું રહ્યું.