કપરાડા: આજરોજ વલસાડના છેવાડે આવેલાં કપરાડા તાલુકાના ITI વાયરમેન ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવાનું સપના જોતા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે છેતરપીંડી થઈ હોવાનું બહાર આવતાં કલ્પેશ પટેલ વિદ્યાર્થીઓની મુલાકાત કરી હતી.

Decision News સાથે વાત કરતાં ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે ITI કપરાડા તાલુકા ખાતે જુલાઈ 2023માં વિદ્યાર્થીઓએ વાયરમેન NCVT બેચમાં એડમિશન લીધું હતું અને સપ્ટેમ્બર 2023 થી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હતા. પરંતુ એમનું હાલમાં સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પર આધાર લિંક KYC નું કામ ચાલે છે. NCVT MIS પરથી એ અંગેની લિંક 81 A બેચની લિંક આવેલ નથી જે બાબતે ITI માંથી જણાંવવામાં આવ્યું કે ડેટા NCVT પર અપલોડ થયેલ ન હોવાથી લિંક આવે છે.

જો આ વિધાર્થીઓને NCVT સર્ટી ન મળે તો ભવિષ્યમાં માં એમને DGVCL કર GETCO માં નોકરી મળી શકે છે નહિ. આમ પોતાના વાયરમેન બનવાના સપના રોળાઈ જવાનો ડર વિદ્યાર્થીઓને સતત ચિંતામાં ઘેરી રહ્યો છે ત્યારે જો આ બાબતે તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર નિરાકરણ ન લાવે તો આગામી દિવસોમાં વિધાર્થીઓના હિતને ધ્યાને રાખીને આંદોલન કરવાની ફરજ પડશે.