ધરમપુર: 24 ફેબ્રુઆરીના રોજ ધરમપુર તાલુકાના બોર્ડરને અડીને આવેલ ખોબા અને આસપાસના વિસ્તારના લોકો માટે ખુશીનો દિવસ એટલે ખોબા ગામમાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, રોટરી કલબ ઓફ ઉધના તેમજ રોટરી કલબ સુરત-તાપી દ્વારા બનાવવામાં આવેલ સારી સુવિધાઓ ધરાવતી લક્ષ્મીબા છાત્રાલયનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

Decision News સાથે વાત કરતાં ગોપાલ ચેરીટેલલ ટ્રસ્ટના સંચાલક અર્પણભાઈ પટેલ અને રોટરી ક્લબ ઉધનાના કિશોરકાકા અને સુરત તાપીના તુષારભાઈ જણાવે છે કે ખોબા ગામ ધરમપુરથી 55 કિલોમીટર દુર મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલ છે, આ વિસ્તારમાં ઘણા એવા ગામો છે, જ્યાં 12 km સુધી ધોરણ 1 થી 8 ની શાળા નથી, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ થી ડ્રોપ આઉટ થઈ જાય છે, અને અભ્યાસ કરી શકતા નથી. આ સ્થિતિનું સર્વે કર્યા બાદ અમોએ વિચાર્યું કે આ વિસ્તારમાં છાત્રાલય બને જેમાં ધોરણ 1 થી 8 અભ્યાસ થઇ શકે સાથે જ ITI નું મોડ્યુલ ચાલુ કરવામાં આવે અને વિવિધ રોજગાર લક્ષી અભ્યાસક્રમ શરુ કરી આત્મનિર્ભર બને એવા પ્રયાસ સાથે અમો એક છાત્રાલયનું બનાવી દીધું છે જેનું તારીખ 24/02/2024 ના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક Decision News સાથે વાત કરતાં નિલમ પટેલ જણાવે છે કે આ મકાનની વ્યવસ્થાના કારણે આ વિસ્તારના બાળકો અહી રહીને અભ્યાસ કરી શકશે. સાથે જ આ વિસ્તારના 10 થી 12નો અભ્યાસ કરી ડ્રોપ આઉટ થઈ ગયેલા વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનીંગ દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના જ વિસ્તારમાં રહીને એ રોજગારી મેળવી શકે એવા અમારો પ્રયાસ છે. આ તમામ વોકેશનલ કોર્સના વિદ્યાર્થીઓ અને સાથે જ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને અમો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ (NISO)ના પ્રમાણપત્રો આપીશું. સાથે જ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને પણ આના સાથે જોડીશું.