વાંસદા: યશ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધા કિશન સ્કૂલ ઓફ નર્સિંગ વાસદા ખાતે લેમ્પ લાઇટિંગ અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગતરોજ રાધા કિશન સ્કૂલ ઓફ નર્સિંગ વાસદા ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ ANM તથા GNM ના વિદ્યાર્થીઓએ લેમ્પ લાઇટિંગ સાથે નર્સિંગના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. જેમ મીણબત્તી સ્વયમ બળીને આપણને પ્રકાશ આપે છે. તેવી જ રીતે એક નર્સ તરીકે નર્સિંગ ક્ષેત્રમાં દર્દીની સારવાર પ્રત્યે પોતાની સુખ સુવિધા નો ત્યાગ કરી સેવા કરવાની હોય છે. નર્સિંગ ક્ષેત્રમાં એક નર્સ તરીકે શપથ લઈને પોતાની ફરજ તથા જવાબદારી ને નિષ્ઠાપૂર્વક નિભાવી સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરે છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ, સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ચેરમેન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખેડા જિલ્લા, ઉપપ્રમુખ કપડવંજ શહેર ભાજપ નયનભાઈ પટેલ સંકલ્પ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર શ્રી ભાવિનભાઈ પટેલ, ધર્મેશભાઈ વગેરે લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. રાધા કિશન સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ફોરમ મેડમ દ્વારા આદર્શ નર્સ કઈ રીતે બનવું તેના વિશે વક્તવ્ય આપ્યું હતું સાથે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધેલ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્ટાફ દ્વારા લેમ્પ લાઇટિંગ અને શપથવિધિ સમારોહનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓએ સ્ટાફમિત્રોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા