સેલવાસ: સેલવાસના ખાનવેલ મામલતદાર દ્વારા સેલવાસના બેડપા ગામ તેમજ અન્ય ગામની ઘણી આદિવાસી મહિલાઓને છેલ્લાં ઘણા દિવસોથી રાશનકાર્ડની કામગીરીને લઈને ધક્કા પર ધક્કા ખવડાવી રહયાની ઘટના પ્રકાશમાં આવી છે.

જુઓ વિડીયો..

આ આદિવાસી મહિલાઓ સાથે Decision Newsએ વાત કરતાં જાણવા મળ્યું કે અમે ઘણા દિવસોથી મામલતદાર ઓફિસમાં ચક્કર લગાવીએ છીએ, અમે 15 થી 20 દિવસ પેહલા અમારા ગામમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારા રાશનકાર્ડ તેમજ કાર્ડમાંથી નામ કમી કરવા માટેના ફોમ ભરવામાં આવ્યા હતા અને અમને રસીદ પણ આપવામાં આવી હતી. જેમાં અમને મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા હતા અમે જ્યારે ફોન કરીએ છીએ ત્યારે કોઈવાર કોઈ ફોન ઉપાડતું નથી કે પછી અમને સીધો જવાબ પણ મળતો નથી, તેમજ જ્યારે ઓફિસમાં આવીને પૂછીએ છીએ ત્યારે અમને જવાબ મળે છે કે તમારા ફોમ ક્યાં છે તે અમને ખબર નથી હજુ સુધી અમારા પાસે પોહચાડવામાં આવ્યા નથી,

મહિલાઓ પોતાના નાના બાળકોને લઇ પોતાનું ભાડું ખર્ચી વારંવાર અહીં ઓફિસે આવે છે. તેમની રજુવાત લઈને  બેડપાના સમાજ સેવક શ્રી વિનયભાઈ ગાબરે ઓફિસે આવ્યા હતા પણ તેમને પણ રાશનકાર્ડને લઈને કોઈજાતની ચોક્કસ માહિતી ન હતી. ગામના ભોળા ભાળા લોકોને બતાવવા માટે નામની શિબિર યોજવામાં આવે છે. પછી ધક્કા પર ધક્કા ખવડાવવામાં આવે છે. પહેલાં આમ નહિ થતું હતું. પેહલા કોઈપણ કામ અઠવાડિયામાં થઇ જતું પરંતુ હાલમાં મહિનાઓ નીકળી જાય છે પણ કોઈ કામ થતું નથી. આ ઉપરાંત જાતિના દાખલા અને આવકના દાખલા પણ ટાઈમ પર મળતા નથી. હવે આવકના દાખલા માટે બેંક સ્ટેટમેંટ માગવામાં આવે છે.