છોટાઉદેપુર: વર્લ્ડ સોશ્યલ ફોરમ હેઠળના સંદર્ભમાં નેપાળનાં કાઠમંડુ ખાતે તારીખ 15 થી 19 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ ભરમાંથી 90 થી વધુ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ આ આંતરરાષ્ટ્રીય સેમિનારનું વિશ્વ ભરમાંથી 90 થી વધુ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી દુનિયામાં ચાલી રહેલા પ્રકૃતિ હનન કુદરતી સંસાધનોની ઉઘાડી લુંટ અને તેના કારણે માનવજીવ સહિત દુનિયાના જીવીત સમગ્ર જીવ સૃષ્ટિને થઇ રહેલા ભારે નુક્સાનને કઇ રીતે બચાવી શકાય અને સૃષ્ટિ પરના તમામ જીવો લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે તેવા હેતુથી લોકોમાં જાગૃતતા લાવવા માટે અને વિશ્વ શાંતિ, એક બીજા જાતિ ધર્મના લોકો વચ્ચે ચાલતાં ટકરાવ અને ઝગડાઓ ન થાય તે માટે ની પહેલ જેવા વિષયો ઉપર ખુબ જ ગહન ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી છોટાઉદેપુર જિલ્લાના કિર્તન ભાઈ રાઠવા સહિતના આદિવાસી એકતા પરિષદના 100 થી વધુ પ્રતિનિધિ ઓ નેપાળના કાઠમંડુ ખાતે પહોંચ્યા હતા અને આ ઐતિહાસિક સેમિનારમાં ભાગ લઇને આવ્યા તે બદલ આદિવાસી સમાજ છોટાઉદેપુર દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે થોડા સમય પહેલાં વડોદરા શહેર ખાતે એટીએમ મશીનમાં પૈસા લોડ કરતી વખતે અચાનક લાગેલ ભયાનક આગને પોતાની સૂઝબૂઝથી ફાઇર ફાઈટરની ભૂમિકા ભજવી કાબૂમાં લાવવા જેવી ઉમદા ફરજ બજાવવા સાથે કરોડો રૂપિયા બચાવવા બદલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગુજરાતના મુખ્ય જનરલ મેનેજર દ્વારા સન્માનિત એસબીઆઈ બેંકમાં કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઇ રાઠવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.