મહુવા: હાલમાં લગ્નની સિઝન પુર જોશમાં ચાલી રહી છે ત્યારે આદિવાસી સમાજના જાગૃત યુવાનો આદિવાસી સમાજની ભુલાતી વિસરાતી પરંપરાગત રીત રિવાજો અપનાવી ભુલાતી વિસરાતી રીત રિવાજો ને ઉજાગર કરી રહ્યા છે. ત્યારે મહુવા તાલુકાના અનાવલ ગામના તરૂલતાબેન અશોકભાઈ પટેલ ના પુત્ર નિકુંજ ભાઈ અને ચીખલીના બોડવાંક ગામના તનુજાબેન કીર્તિભાઈ પટેલની દીકરી કિંજલબેન આદિવાસી રીત રિવાજો પ્રમાણે લગ્ન ગ્રંથીથી જોડાયા.

આદિવાસી સમાજમાં એક અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જાતિ અનુસાર તેમની બોલીમાં કંકોત્રી છાપવાનો એ પણ જોવા મળ્યો હતો અને વરરાજા નિકુંજભાઈ ને ત્યાં આદિવાસી સમાજમાં ઓછા ખર્ચાળ અને ભુલાતી વિસરાતી પરંપરા મુજબ વાંસ અને પૂળી નો મંડપ બનાવવામાં આવ્યો હતો અને સાંજે ઘરના, કુટુંબ પરિવાર, સગા વ્હાલા, મિત્ર મંડળ આદિવાસી ધોડિયા જાતિ પરંપરાગત વાજિંત્ર તુર થાળી થી નાચી ને જુમી ઉઠ્યા હતા

વરઘોડામાં બળદ ગાડું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ લગ્નના દિવસે વરઘોડા માં લગઝરિયસ કાર ના જગ્યા જૂની પરંપરાગત રીત રિવાજો અનુસાર વાજિંત્ર તૂર થાળી સાથે બળદગાડા માં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને બળદ ગાડું આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. અને આ લગ્ન પ્રસંગમાં બ્રાહ્મણ વિધિ ભૂલી જૂની આદિવાસી પરંપરાગત રીત રિવાજો અનુસાર જાગૃત અને શિક્ષિત યુવા ભગત મહુવાથી કુંજન ધોડિયા અને ચીખલી ના રાનવેરી કલ્લા ના ધર્મેશ ધોડિયા ભગત આદિવાસી દેવી દેવતાઓ ને આહવાન કરી ભગતની વિધિ કરતા જઈ અને વિધિનો સારાંશ સમજાવ્યો હતો અને બંને યુવક યુવતીને લગ્ન ગ્રંથિથી જોડ્યા હતા. આ લગ્ન પ્રંસગે વર અને કન્યા બંને પક્ષે થી જૂના લગ્ન ગીતો પણ સાંભળવા મળ્યા હતા. આમ વર નિકુંજભાઈઅને કન્યા કિંજલબેન એ ભુલાતી વિસરાતી આદિવાસી પરંપરાગત રીત રિવાજોથી લગ્ન ગ્રંથીથી જોડાઈ અનોખી પહેલ કરી હતી.