ઝઘડિયા: ગતરોજ ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતે હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા 21 દિવસ સુધી ભરૂચ લોકસભાના મત વિસ્તારોમા ફરીને લોક સંપર્ક કરી આવનાર સમયમાં લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરશે. અને 13 મી માર્ચના. રોજ ચૈતર વસાવાના પ્રકૃતિ અવતરણ દિવસે નર્મદા જીલ્લાના દેવમોગરા માતાના દર્શન કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે.

લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ ગુમાનદેવ મંદિરે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઢોલ નગરા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ યાત્રા ૨૧ દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારો માં ફરી જન સંપર્કનું કાર્ય કરીને તેમની સમસ્યા ઓ જાણવામાં આવશે. આ યાત્રાનું ૨૧ દિવસ બાદ ૧૩ મી માર્ચે ચેતર વાસવાના જન્મ દીવસ નિમિત્તે દેવ મોગરા માતાજીના દર્શન કરીને યાત્રાની પુર્ણાહુતી કરાશે.

આ અંગે લોકનાયક ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં જે રીતે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તેની સામે આ સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે. સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ તેઓએ મોટું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે અને ભરૂચ બેઠક પર પણ આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને હરાવવા પ્રયત્નો કરશે.