ડેડીયાપાડા: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, દેશમાં લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને ગઈકાલે સીટોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.
જુઓ વિડીયો…
Decision News ને AAP ના ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ના થાય એ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પર અલગ અલગ રીતે ભાજપ દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે. ઇડી અને સીબીઆઇ દ્વારા અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈને જ રહેશે અને આવનારા દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને જ લોકસભા ચૂંટણી લડીશું. ભાજપ જો અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરશે તો ભાજપે આવનારી લોકસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે.

