નવસારી: જલાલપોર તાલુકાના વાંસી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ગામે ગામથી લોકો ઉમટી પડીયા હતા જેમાં નવસારીના ધરાગીરી ગામે મુસ્લિમ ફળિયામાં રહેતા 40 વર્ષીય મુરાદ અલી મેહદી હસન શાહ બસમાં બેસીને દીપલા ગામની સીમમાં પાવર ગ્રીડના પાર્કિંગ સ્થળે આવ્યો હતો.

Decision News ને મળેલ માહિતી મુજબ જ્યાં બસમાંથી ઉતર્યા બાદ મુરાદ અલીને અચાનક ચક્કર આવતા ગભરામણ થતાં જમીન પર ઢળી પડ્યા હતા. આથી તેમના ભાણેજ મેરાજઅલી શાહે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં મુરાદ અલીને દિપલા ગામે સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ પરના ડૉકટર તપાસી જોતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યુ હતુ

વડા પ્રધાન મોદીની સભામાં એસ ટી બસમાં આવેલા ધારાગીરી ગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં મરોલી પોલીસમાં તેના ભાણેજ મેરાજ અલી શાહે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.