ડાંગ: આજરોજ ડાંગના ગૌરવ સમાન આ લોકમેળો “ડાંગ દરબાર 2024″ નું આયોજન વર્ષોથી પરંપરાગત જે સ્થળે યોજાતું આવેલ હતું તે સ્થળ સિવાઈના અન્ય કોઈ સ્થળે મેળો યોજવાનું આયોજન પ્રશાસનતંત્ર દ્વારા તજવીજ હાથ ધરાતા તેના વિરોધમાં કલેકટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર અપાયું છે.
આઝાદ ભારતમાં માત્ર ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ અને ભાઉબંધુઓને પોલીટીકલ પેન્શન આપવા માટેનો લોકમેળો જે ડાંગની ભાતિગળ સંસ્કૃતિ ઉજાગર કરવાનું માધ્યમ તેમજ ડાંગના ગૌરવ અને પરંપરા નું પ્રતિક છે. આ મેળો ડાંગના રાજવીઓની આન, બાન, શાનમાં અને ડાંગની પ્રજાના ઉત્સવ તરીકે વર્ષોથી પરંપરાગત રીતે એક જ સ્થળે યોજવામાં અને ઉજવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોના જણાવ્યું મુજબ ડાંગના ગૌરવ સમાન આ લોકમેળો “ડાંગ દરબાર 2024″ નું આયોજન વર્ષોથી પરંપરાગત જે સ્થળે યોજાતું આવેલ છે. તે સ્થળ સિવાઈના અન્ય કોઈ સ્થળે મેળો યોજવાનું આયોજન પ્રશાસનતંત્ર દ્વારા તજવીજ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જો આ મેળા આયોજનનું પરંપરાગત સ્થળ અન્યત્ર ખસેડવામાં આવે તો આહવાના સ્થાનિક વેપારીઓને પણ વેપાર ધંધામાં નુકશાની વેઠવાની પરિસ્થિતી ઉભી થાય તેમ છે.
ડાંગ દરબાર વર્ષનો એક માત્ર એવો ઐતિહાસીક લોકમેળો છે જેનો વેપારીઓ લાભ લઈ શકે છે. જો પ્રશાસન દ્વારા આ ઐતિહાસીક લોકમેળાનું સ્થળ બદલવાની કે અન્યત્ર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવેલ હોઈ તો અમો ડાંગની પ્રજાનો સખત વાંધો અને વિરોધ છે. ઉકત બાબતની ગંભીરતા અને ગહનતાને પ્રશાસન તંત્ર દ્વારા ધ્યાને લેવામાં ન આવે અને ડાંગના ગૌરવશાળી એવા ઐતિહાસીક અને આન, બાન, શાન સમાન લોકમેળોનું આયોજન અન્યત્ર કરવામાં આવે તો સમગ્ર ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજ દ્વારા ડાંગ દરબારના ઉપલક્ષમાં યોજાનાર ઉદ્ઘાટન સમારંભનો સખત વિરોધ અને બહિષ્કાર કરીશું. તેની તમામ જવાબદારી તંત્રની રહેશે. જેની ગંભીર નોંધ લેશો.