વાપી: 6 વર્ષ પહેલાં પ્રેમસંબધમાં પ્રેમી જોડે અંગત પળોનું સુખ માણ્યાના વાપીની પ્રેમિકાના મોબાઈલમાં ઉતારેલા વિડીયો પ્રેમીએ પ્રેમિકાના પતિ અને પરિવારના સભ્યોને મોકલાવી યુવતીની બદનામી કરવાનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાપી 6 વર્ષ પહેલાં પોતાના નાના નાનીને વતનમાં મળવા ગયેલી યુવતીને નાના નાનીના ઘરની બાજુમાં રહેતા યુવક સાથે ઓળખ થઈ અને બંનેએ મોબાઈલ નંબર આપ્યા. બાદમાં મોબાઈલ પર વાતચીત થવા લાગી અને બંને વચ્ચે પ્રેમ સંબધ બંધાયા. પુણેથી યુવક યુવતીને અનેક વખત વાપીમાં મળવા આવતો થયો અને બંનેએ અંગત પળો માણી.. આ અંગત પળોના વીડિયો અને ફોટા યુવક પોતાના મોબાઈલમાં ઉતારી લેતો હતો. આ સમય દરમિયાન જ યુવતીના પરિવારે તેમના લગ્ન વાપીમાં જ એક છોકરા સાથે નક્કી કરી દીધા. યુવતીએ યુવકને બંને વચ્ચે સંબંધનો અંત કરી દેવા કહ્યું ત્યારે ગુસ્સામાં આવીને યુવતીના લગ્નના ત્રીજા દિવસે જ સંબંધ રાખવા દબાણ કર્યું. પણ યુવતીએ સંબધ નાં પાડી યુવકે તેની સાથેના અંગત પળોના ફોટા અને વીડિયો પતિ અને સાસરિયામાં તથા સોશિયલ મીડિયા શેર કરી યુવતીને બદનામ કરી દીધી હતી.
આ ઘટનાને લઈને હાલમાં વાપીની યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે યુવતી દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે વાપી પોલીસે યુવતીનું નિવેદન અને પુરાવાઓ એકત્રિત કરી પુણેમાં રહેતા યુવકને ઝડપી પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

