ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડાના આદિવાસી બાળકો કબડ્ડીમાં દર વર્ષની જેમ નર્મદા જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે અને ચાલુ વર્ષ 2024 દરમિયાન DLSS મા સિલેક્શન થયું અને રાજ્ય કક્ષાએ રમવા ગયા હતા ત્યારે ગુજરાત લીગની ટીમમાં શાળાના ત્રણ બાળકો સિલેક્ટ થયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત લીગની ટીમમાં શાળાના વસાવા સુનિલભાઈ દિનેશભાઈ, વસાવા ઈશાંત ભાઈ રમેશભાઈ, વસાવા ચેતનભાઇ દેવસિંહભાઈ નામના બાળકો પસંદગી પામ્યા છે. આ ત્રણ બાળકો નર્મદા જિલ્લામાંથી નર્મદા જિલ્લાનું ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલે ધૂમ મચાવતા ખેલાડીઓ ને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું આદિવાસી વિસ્તારના બાળકો ખૂબ જ ટેલેન્ટ જોવા મળ્યું છે.

આદિજાતિ મંત્રાલય આદિજાતિ વિકાસ મંડળમાં કોઈ ચર્ચા થાય અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે રમતગમતના માં ટ્રેનીંગ આપી પુરતી વ્યવસ્થા મળે જેમાં બાળકો તયાર થાયને આદિવાસી વિસ્તારના આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ગેમોમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે એવું નિષ્ણાંતોનું કહેવું છે