સાપુતારા: ડાંગના સાપુતારા માલેગામ જતા રોડ પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો સરેરાશ બે દિવસ પર અકસ્માતની ઘટના બનતી જ હોય છે ત્યારે રવિવારના રોજ પણ નાસિકથી કેમિકલનો જથ્થો ભરી વડોદરા જતો આયશર ટેમ્પો પલટી મારી ગયાની ઘટના બની હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ MH-04-HD-1925 નંબરનો નાસિકથી કેમિકલનો જથ્થો ભરી વડોદરા જતો આયશર ટેમ્પો અચાનક બ્રેક ફેલ થતા ડ્રાઇવર થી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે આઈસર રસ્તાની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ ભટકાઈને પલ્ટી ગયો હતો. ટેમ્પો ચાલકને આ અકસ્માતમાં ગંભીર ઇજા થવા પામી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું હતું.
આ અકસ્માતમાં આઈસર પલટી મારી ગયાના કારણે અંદર રહેલી કેમિકલ બહુ પ્રમાણમાં ઢોળાઈ જતા લાખો રૂપિયાની નુકશાન થયું હોવાનું અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી.

