ડેડીયાપાડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનો અને તે રીતે વિવિધ યોજનાઓના લાભો 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. આ માટે વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા રથ- વાહન દ્વારા ગ્રામીણ, આદિવાસી અને શહેરી વિસ્તારોમાં ફરીને વિવિધ યોજનાઓના લાભો તેમના વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ- વાહનો દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવે, યોજનાઓમાં મળેલી સિધ્ધિઓની માહિતી પુસ્તિકા દ્વારા આપવામાં આવે, તેમજ જેમને લાભો મળ્યા નથી તેમને ઓડિયો- વિડીયો માધ્યમોથી સમજણ આપી સ્થળ ઉપર જ આવા લાભો આપવામાં આવે. આ સરકારના હેતુની ગાઇડલાઈનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામે વિસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. આ યાત્રામાં જિલ્લા/તાલુકાના અધિકારી તેમજ નેતાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમ શરૂઆત થયા બાદ લોકોને પ્રશ્નોતરી માટે સમય આપવામાં આવ્યો ત્યારે મંડાળા ગામની મહિલાઓ તીખા સવાલો સાથે મોરચો સંભાળી લીધો હતો અને ગામની સમસ્યાઓ જેમકે સરકારી યોજનાઓના લાભની માહિતીનો અભાવ, પીવાનું પાણી, શૌચાલય, આવાસ યોજના મોટી મોટી વાતો થાય છે પરંતુ અમારા ગામ સુધી આ યોજના પહોંચી નથી તેવા સવાલો અધિકારીઓને કરતા અધિકારીઓ એક બાદ એક પ્રશ્નોના જવાબ ગોળગોળ આપી, એક બાદ એક અધિકારીઓ સભાને અન્ય ગામમાં પણ કાર્યક્રમો હોવાથી સભા છોડી ભાગી ગયા હતા. અને ગ્રામ જનોને સંતોષકારક સવાલના જવાબ આપી શકાય નથી.
સરકારની વિકસિત ભારત યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર નેતાઓના ભાષણ અને કાગળ પર જ જોવા મળે છે. આજે પણ આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી નથી મળતું, અનેક નર્મદા વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણી માટે હાડમારીમત જીવી રહ્યા છે. નલ સે જળ યોજનામાં ભષ્ટ્રાચાર જોવા મળી રહયો છે, નળ છે, પણ પાણી નથી આવતું અને નળ તૂટી ગયા છે, પાઇપ તૂટેલી જોવા મળશે. જ્યારે અનેક ગામડાઓમાં પાઇપ લાઈન પણ નાખવામાં આવી નથી. પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન છે. સરકાર માત્ર ઉત્સવો માનવી લોકો પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો ન ઉઠાવે એના માટે એક બાદ એક અવનવા કાર્યક્રમો કરી લોકોને ભરમાવી રહ્યા છે.
આથી સવાલ થાય છે..
લોકોના જવાબ ન આપી શકાય તો સંકલ્પ યાત્રાનો અર્થ શું.?
શું ખરે ખર વિકસિત ભારત યાત્રાથી લોકોને લાભ મળી જશે.?
શું નર્મદા નદીના પાણી ગુજરાતના ખૂણે પહોંચ્યા પણ જ્યાં બાંધ બનાવ્યો છે એ વિસ્તારના લોકોને આ યાત્રા થી પાણી પહોંચશે..?
શું સિંચાઇ માટે આદિવાસી વિસ્તારનાં ખેડૂતો સુધી નર્મદાનું પાણી પહોંચશે?