ભરૂચ: આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક સામે મુમતાઝ પટેલે પલટવાર કરતાં કહ્યું કે.. તેમણે ઇમોશનની વાત કરી છે તો હું કહેવા માંગુ છું કે, એવા એવા ગામો ફરીને આવી છું. જ્યાં ઘરોમાં આજે પણ અહમદ પટેલની તસવીર છે. એ લોકો એટલા પ્રેમ અને સન્માનથી મને બોલાવે છે, બેસાડે છે. લોકો કહે છે કે, આવો બેસો આ જ ખુરશી પર અહમદ પટેલ બેસીને ગયા હતા.
વધુમાં કહ્યું કે, તમે આખા દેશમાં પૂછશો તો ભરૂચ અહમદ પટેલના નામથી ઓળખાય છે. 40 વર્ષથી લોકસભા નહિ જીતી હોય એ વાત સાચી પણ મારા પિતા 15 વર્ષ લોકસભા સાંસદ રહ્યા અને 30 વર્ષ સુધી રાજયસભા સાંસદ રહ્યા છે. તો ભરૂચ બેઠક ને 45 વર્ષથી કોંગ્રેસે રીપ્રેસંટ કરી છે તો તમે કઈ રીતે કહી શકો કે કોંગ્રેસ 40 વર્ષથી આ બેઠક પર નથી. તેમણે આંકડાની વાત કરી. દિલ્હીગોવા, પંજાબ બધી જગ્યાનું ગણિત સમજાવી દીધું પણ જ્યારે ભરૂચ બેઠકની વાત આવી તો ગણિત ક્યાં જાય છે. ભરૂચની 6 વિધાનસભા બેઠક પર તેમની ડિપોઝિટ ગઈ છે. આજે હું વાગરા બેઠક પર જઈને આવી ત્યાં તેમને 2000 મત પણ નથી મળ્યા. ભરૂચ બેઠકપર ડેટા પર વાત કરવાના બદલે ઈમોશનની વાત લઈ આવો છો અને સીધા પરિવાર વાદ ઉપર કેમ આવી જાવ છો ? તમને એવું શું પેનિક થયું કે તમારે મારું નામ લેવાની જરૂર પડી? કોંગ્રેસ એ તો હજુ મારું નામ જાહેર પણ નથી કર્યું ? ચૈતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર હોય તો ગઠબંધનની જિદ્દ કેમ છે.
આદમી પાર્ટીમાં લડી લે. એમને ખબર છે કે ડેડીયાપાડા અને ઝઘડિયાના થોડા વિસ્તાર સિવાય બીજે ક્યાંયથી તેમને મત મળે એવા નથી. તેમને કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડવાની છે. કોંગ્રેસના મત બેંક ની જરૂર પડવાની છે. પણ એ શક્ય નથી. કારણ કે અહીંયા લોકો નિશાનને જુવે છે. ખાસ કરીને ગામડાના લોકો. ભરૂચમાં લોકોને બે નિશાન જ સમજાય છે એક પંજો અને બીજું કમળ. અમે લોકોને સમજાવીશું કે ગઠબંધન થયું છે ઝાડુ ને મત આપો તો તે લોકો સમજી ન શકે. જો ચૈતર ભાઈ જીતી શકે એવા હોય તો આમ આદમી પાર્ટીમાંથી પોતાના નામ પર અને પોતાના દમ પર લડી બતાવે.