સેલવાસ: છેલ્લાં પાંચ વર્ષથી દાદરા નગર હવેલીના કોલેજના ગરીબ અને પછાત મોટાભાગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આજ દિન સુધી મળેલ નથી જેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં આવીને વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું છે.
જુઓ વિડીયો..
Decision News સાથે વાત કરતાં સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ જણાવે છે કે અમો ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓને સરકારી કલ્યાણકારી યોજના, પ્રોત્સાહનરૂપી યોજના મુજબ વિદ્યાર્થીઓને દર વર્ષ પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પરંતુ ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષથી મોટાભાગના ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આજ સુધી મળેલ નથી જેના કારણે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખુબ જ વિપરીત અસર થયેલ છે તો આ શિષ્યવૃત્તિ તત્કાળ ફાળવી આપવા આપ સાહેબને નમ્ર પ્રાર્થના કરીએ છીએ. આ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી ના ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ દુર દુરથી ગામડાઓમાંથી, જંગલ વિસ્તારમાંથી અભ્યાસ માટે આવે છે. આ સંઘ પ્રદેશનાં દરેક ગામડાઓમાં ટ્રાન્સપોર્ટેશન માટેની પુરતી, સુવિધા નથી પુરતા રોડ નથી, લાઈટ ની વ્યવસ્થા નથી જેથી અભ્યાસ માટે સેલવાસ આવવામાં વિદ્યાર્થીઓને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે જેની વિપરીત અસર શિક્ષણ પર અભ્યાસ પર પડે છે જેથી તત્કાળ આદિવાસી ભવન કે અન્જગ્યાએ રહેવા જવા માટે હોસ્ટેલની સુવિધા તત્કાળ કરવા આપ સાહેબને નમ્ર પ્રાર્થના કરીએ. આ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ દુર દુરથી ગામડાઓમાંથી જંગલ વિસ્તારમાંથી અભ્યાસ માટે સેલવાસ આવે છે એવા વિદ્યાર્થીઓને બસમાં આવવા જવા માટે ફ્રી પાસ આપવા આપ સાહેબને નમ્ર પ્રાર્થના કરીએ છીએ.
આ ઉપરાંત સત્ય પ્રદેશ દાદરા અને નગર છેલ્લા ગરીબ અને પછાત વર્ગના ધોરણ ૧ થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને ગણવેશ (કપડા) અને ચોપડા શિક્ષણ વિભાગ દ્વારા આજદિન સુધી આપેલ નથી. જેથી ધોરણ ૧ થી ધોરણ ૧૨ મું સુધી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તત્કાળ ગણવેશ [કપડે) અને એપડા અપાવશે. જેથી કરી ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહી બગડે. અને જો યોગ્ય સમયમાં અમારી માંગણીઓ પૂરી ન કરશ તે આવનાર સમથમાં અમારે મજબુર થઈને ભુખ હડતાલનો માર્ગ અપનાવો પડશે અને જે અંગેની તમામ જિમ્મેદારી શિક્ષણ વિભાગના જિમ્મેદાર અધિકારીઓની રહેશે.

