ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: દરરોજ એક બાદ એક રાજ્યો માંથી આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગતરોજ ફરી એક વખત મહારાષ્ટ્રમાં આદિવાસી મહિલાને પોલીસ ચોકીમાં બંધ કરી, ચાર કલાક સુધી માર માર્યો અને પેશાબ પીવડાવ્યાની માનવતાને શર્મસાર કરતી ઘટના બહાર આવી છે.

ઉલ્લેખનીય છે કે પહેલાં મણીપુરમાં મહિલાને નગ્ન કરી ટોળા દ્વારા જાહેર રસ્તાઓ પર દોડવવામાં આવે છે ત્યાર બાદ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં આદિવાસી યુવાનને નગ્ન ઉલટા લટકાવીને માર મારવાની ઘટના સામે આવે છે અને હવે ગઈ કાલે મહારાષ્ટ્રમાં એક આદિવાસી મહિલાને આદિવાસી મહિલાને પોલીસ ચોકીમાં બંધ કરી, ચાર કલાક સુધી માર માર્યો અને પેશાબ પીવડાવ્યો! ની ઘટના સામે આવી છે. ક્યાં સુધી આદિવાસી યુવક- યુવતીઓ પર આ પ્રકારના અમાનવીય અત્યાચારો થતા રેહશે ? આદિવાસી સમાજનસ આગેવાનો ક્યાં સુધી ચુપ્પી સાધી બેસી રેહશે ?

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના મગરપટ્ટામાં આદિવાસી મહિલા અલકા શિવાજી મેકલવાડને ચોરીની ફરિયાદના આધારે પોલીસ થાનામાં લઈ જવામાં આવી હતી. આરોપ છે કે ચાર પોલીસકર્મીઓએ તેને પોલીસ સ્ટેશનમાં બંધ રાખી અને માર માર્યો. પાણી પીવા માંગ્યું તો પેશાબ પીવા કહ્યું.