સેલવાસ: ‘રામ રાજ્ય’ ભલે દેશમાં ઘોષણા કરવામાં આવી હોય પણ રામ એક વચન માટે બધું કરી શકતા હતા આ તો અધિકારીઓ છે.. થોડા દિવસ પહેલાં સેલવાસમાં આદિવાસી સમાજના ખેડૂતને વચન આપી મામલતદાર પોતાના વચનને ભૂલી આદિવાસી ખેડૂતની જમીનમાં બનેલું ઘર તોડી રહયાની ફરિયાદ ઉઠવા પામી છે.
આદિવાસી ખેડૂત Decision News ને જણાવે છે કે 31 જાન્યુ 2024 બુધવાર ના દિને સાંજે 6:00 થી 7:00 કલાકે સેલવાસ ખાનવેલ મામલતદાર સાહેબ શ્રી, ભાવેશભાઈ પટેલ જે સ્થળ ઉપર ઉપસ્થિત રહી મોખિક વાર્તાલાપ થયેલ કે 2 મીટર જેટલી જગ્યા અમને રોડ ખાતર જરૂર છે. તો આપ શ્રી,કાકા આટલું મારે માટે કામ કરજો ત્યાર બાદ મામલતદાર સાહેબે અમને કહ્યું કે હું તમને વિશ્વાસ ન હોય તો આનું લખાણ કરી આપીશ. તેમજ ઘરનું વળતર અથવા મારી હાજરીમાં ઘર બનાવી આપીશ. કાકા તમે આ વાત માટે સહમત હોય તો આનો જવાબ અમને બે દિવસ સુધીમાં આપજો.
ત્યારબાદ રુવાર 01 ફેબ્રુઆરી 2024 ના રોજ 3:00 વાગ્યાની આસપાસ હું શ્રી,લાહનુભાઈ વડાલે અને મારા પુત્ર શ્રી, કિરણ વડાલે સરકલ સાહેબને લેખિત કરાર આપવા કહેલ છે જે બદલ પુછવા માટે ગયેલ પરંતુ સાહેબ તરફથી કોઈ પણ જાતની જાણકારી ન મળી. પછી 02 ફેબ્રુઆરી 2024 ના દિને સવારે 10:00 કલાકે સરકલ સાહેબ તેમજ તલાટી સાહેબ આવી ઘર ખોળવા માટે કેહવા લાગ્યા ત્યારે પણ અમે કહ્યું કે અમે ઘર ખોળવા તૈયાર છે પરંતુ જે મામલતદાર સાહેબ તરફથી લેખિત મળવાનું હતું તે હજુ સુધી મળેલ નથી, એ અમને આપો પરંતુ ત્યાર બાદ પણ અમને લેખીત ન મળ્યું તે ન જ મળ્યું. 3 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 6:00 કલાકે પટેલ તલાટી સાહેબ દ્વારા એમ કેહવામાં આવ્યું કે સાહેબ સાથે વાત કરતા એમ જાણવામાં આવ્યું કે ઉપરથી ઓડર આવેલ છે, તમે સરકારી કામમાં દખલ અંદાજી કરશો તો તમને જેલમાં બેસવા પડશે આમ અમને ધમકી આપવામાં આવેલ, તેમજ 05 ફેબ્રુઆરી 2024નાં દિને મામલતદાર ઓફીસનો પટાવાળો ફોટા પાડવા માટે મોકલવામાં આવેલ અને 06 ફેબ્રુઆરી 2024 આસરે 1:30 કલાકે અમને મામલતદાર ઓફિસમાં બોલાવવામાં આવેલ જ્યાં R D C સાહેબના ઓફિસમાં અમારા સાથે મૌખિક રીતે કરાર થયેલ કે તમારું ઘર ખોળીને પાછું જેમ છે તેમજ બનાવી આપીશું એમ શ્રી,લાહનુભાઈ આર.વડાલે તેમજ એમના પુત્ર શ્રી,કિરણભાઈ એલ.વડાલે અને તેમના સગા સબંધી શ્રી.ધર્માભાઈ મોર જેમણે R D C સાહેબ પાસે કરાર નામું લેખીતમાં માંગવામાં આવ્યું પરંતુ સાહેબ દ્વારા ના પાડવામાં આવી અને આમ કેહવામાં આવ્યું કે 7 ફેબ્રુઆરી 2024 રોજ અમે રૂબરૂમાં હાજર રહી તમારું ઘર બનાવી આપીશું આમ પાક્કી ખાતરી આપવામાં આવી હતી.
પણ 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર ના રોજ 12:00 થી 1:00 ના સમય ગાળામાં પોલીસ સ્ટાફ સાથે આવી ઘરનો માલિક ન હોય જે પોતાના અંગત કામ કાજથી બહાર ગયેલ હતો જે સમયે પોલીસ સ્ટાફ દ્વાર ઘરના મહિલાઓને પકડી રાખવામાં આવેલ તેમજ મોબાઈલ ફોન પણ છિનવી લેવામાં આવેલ જેથી કરીને કોઈ ફોટા કે વિડીઓ શુટિંગ ના લઇ શકે. આમ બળજબરી થી અમારું ઘર ‘ભારત સરકાર કુટુંબ પરિવાર’નું છે. જે અમારે નજરના સામે તોડી નાખવામાં આવ્યું અને અમે રડતા રહ્યાં પરંતુ અમારા ઉપર કોઈને પણ દયા ન આવી અમારા પરિવારને ન્યાન મળે જે માટે મે પ્રેસને બોલાવી મારું દુ:ખ અને મારી વ્યથા જણાવી હતી.