ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ વનવિભાગ પંગારબારી રેન્જના સયુંકત ઉપક્રમે પીપરોળ ખાતે વરસાદી દેવના ડુંગર ઉપર વૃક્ષો રોપવામાં આવ્યા છે, જ્યાં આ વર્ષ દરમિયાન ત્રીજીવાર આગ લાગવાની ઘટના બની છે.

Decision News ને મળેલી માહિતી મુજબ  9/02/2024 ના રોજ ધરમપુરમાં પીપરોળ ખાતે વરસાદી દેવના ડુંગર ઉપર લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ વનવિભાગ પંગારબારી રેન્જના સયુંકત રોપાયેલા વૃક્ષોમાં ત્રીજીવાર આગ કેવી રીતે લાગી એ કારણ જાણી શકાય નથી. પરંતુ બે વાર આગ લાગી હતી જે, પ્રી વેડીંગ, ફોટોગ્રાફી કરવા આવેલા લોકોએ ફટાકડો ફોડયો હતો, જેના કારણે આગ લાગી હતી અને એ વ્યક્તિઓ સામે વન વિભાગે કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી. પરંતુ ત્રીજી વાર પણ આગ લાગી જેમાં ઘણા છોડને નુક્શાન થયું છે. જેનું કારણ જાણી શક્યા નથી.

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નીલમ પટેલ જણાવે છે કે અમારી સંસ્થા દ્વારા વરસાદી દેવના ડુંગર ઉપર ૩૫ હજાર વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા છે. જ્યાં અમારા ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા દરરોજ પાણીના ટેન્કર દ્વારા પાણી સિંચન કરી વૃક્ષોને ઉછેરવામાં આવે છે. જેમાં ઘણી મહેનત લાગતી હોય છે. પરંતુ પ્રિ વેડિંગ, ફોટો શૂટ તેમજ, જન્મદિવસની ઉજવણી, પાર્ટી કરવા આવતા લોકોની એક ભૂલના કારણે અમારી મહેનત, એના પાછળ થતાં ખર્ચ પર પાણી ફરીવળે છે, અને ઘણું દુઃખ થાય છે. જંગલ રહેશે તો માનવીનું અસ્તિત્વ બચશે. જેથી અમે અપીલ કરીએ છીએ કે, જંગલ વિસ્તારમાં આવો ત્યારે આગ જન્ય વસ્તુઓનો ઉપોગ ન કરવો જોઈએ. આપની મોજ મસ્તીમાં વૃક્ષોને નુક્શાન ન થયા એ પણ ધ્યાન રાખશો..