ધરમપુર: આજરોજ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’ને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખૂલ્લું મૂક્યું હતું. ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશેષ ઉપસ્થિત રહી હતી. આ તકે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી, રાજચંદ્ર મિશનના ગુરુ રાકેશભાઈ, રાજ્યના મંત્રી, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન આશ્રમ ધરમપુરના પ્રમુખ અને ઉપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક યુવકોએ ડાંગી નૃત્ય વડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને ધરમપુરના આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી સાડી અને હાથે બનાવેલા આભૂષણ ગીફ્ટ હેમ્પરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક આદિવાસી બાળકોએ શરીર ઉપર વારલી પેન્ટ કરવી આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિએ રાજ્યના 8 જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો.
કાર્યક્રમમાં કાર્યરત 250 બહેનો દ્વારા સ્વનિર્મિત અલંકારો, ભરત ગૂંથણની સાડી અને પૌષ્ટિક આહારની ટોપલી રાષ્ટ્રપતિને અર્પણ કરી હતી. આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોર, ઉદ્યોગ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના પ્રમુખ અભયભાઈ જસાણી, મહેશભાઈ ખોખાણી ઉપસ્થિત જોવા મળ્યા હતા.

