વાંસદા: હાલમાં જ વાંસદાના સિંગાડ ગામમાં મનરેગા યોજના અંતર્ગત જે આંગણવાડીના બાંધકામની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં વેઠ ઉતારવામાં આવી રહ્યાની અને નરેગા યોજનાના નિયમ વિરુદ્ધ કરાઈ રહ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
સિંગાડ ગામના યુવાનો Decision News સાથે ટેલીફોનીક વાત કરતાં જણાવે છે કે અમારા સિંગાડ ગામમાં જે મનરેગા યોજના અંતર્ગત જે કોન્ટ્રાકટર દ્વારા આંગણવાડીના બાંધકામની કામગીરી થઇ રહી છે તેમાં નકારી વેઠ ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત મનરેગા યોજનામાં જે ગામના સ્થાનિક મજૂરો પાસેથી કામગીરી નહીં કરાવી જેસીબી દ્વારા બહારના મજૂરો પાસે કામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં જણાવ્યું કે પહેલાં કોલમ ઊભા કરવા જેસીબીથી ખાડા ખોદાયા અને ત્યાર બાદ બાંધકામ માટે કોઈપણ ગામના સ્થાનિક મજૂરોને ન બોલાવી બહારના મજુરો લાવી કામગીરી કરાવાઈ રહી છે જે મનરેગા યોજના મુજબ બિલકુલ ધારાધોરણો વિરુદ્ધ છે. અને બીજું કે ચણતર કે સ્લેબ ભરવા સાવ હલકાં પ્રકારનું મટીરીયલ એટલે કે રેતી અને કપચીનો ઉપયોગ કરવાના બદલે રેતી સાથે પાવડર મિક્સ કરીને કામ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ગ્રામજનો આક્રોશમાં આવી ગયા છો.