દાનહ: દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કહ્યું કે વર્તમાન સમયમાં પણ દાદરા નગર હવેલીમા સ્થાનિક લોકોને PMJAY યોજનાનો લાભ મળતો નથી ત્યારે PMJAY યોજના દાદરા નગર હવેલીમાં ફરી કાર્યરત કરવા માંગ કરી છે.

કલાબેને વધુમાં કહ્યું કે દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં દવાનો પુરતો જથ્થો પૂરો પાડવા આવે જેથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના લોકોને આરોગ્યની સેવાનો લાભ આપી સ્થાનિક લોકોને રાહત આપવામાં આવે એવી રજુવાત કરી હતી.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વલસાડ જિલ્લાને અડીને આવેલો પ્રદેશ છે જો ગુજરાતમાં PMJAY યોજનાનો સ્થાનિક લોકો લાભ લઇ શકતા હોય તો PMJAY યોજનાનો લાભ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાં રહેતા લોકોને પણ મળવો જોઈએનું કલાબેનનું કહેવું હતું.