વલસાડ: થોડા દિવસો પહેલાં 31 જાન્યુઆરી 2024 ના રોજ ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના, ભારતીય મૂળનિવાસી સંઘ, રમાઈ મહિલા બ્રિગેડ, સંવિધાન ગૌરવ સમિતિ, સંઘ મિત્ર બૌદ્ધ વિહાર, પંચ રત્ન બૌદ્ધ વિહાર વેસ્ટર્ન રેલવે SC ST યુનિયન, જય ભીમ યુવા ગ્રુપ દ્વારા તમામ સંગઠનના માધ્યમથી ભારતનું લોકતંત્ર લોકશાહી બચાવવા માટે ભારતમાં પણ EVM મશીન પર પ્રતિબંધ મૂકવામાં આવે અને લોકશાહીમાં સમાજની માંગ છે. આ વર્ષ 2024ની લોકસભાનું ચૂંટણી બેલેટ પેપરથી ચૂંટણી થાય તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ બધા જ સંગઠનનો કહેવું હતું કે ભારતનું સંવિધાન બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય જોખમમાં હોય, તો બાળકોનું ભવિષ્ય બચાવવા માટે ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, તમામ કર્મચારીઓ, વકીલો, કિસાન ખેડૂતો, મજૂર વર્ગ, કામદારો સમય સર હાજર રહ્યા હતા બાળકોના ભવિષ્ય માટે તેમજ કાયદાકીય ન્યાય મળે એ માટે આ વર્ષ 2024 વિશ્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીથી આગળ એવા અમેરિકા જાપાન, પાકિસ્તાન, નેધરલેન્ડ, આયર્લેન્ડ, સ્વિઝલેન્ડ, ન્યુઝીલેન્ડ, જર્મની, બંગલાદેશ, જેવા દેશોએ લોકતંત્રને લોકોના કલ્યાણ માટે મજબૂત બનાવવા માટે બેલેટ પેપર ચૂંટણી કરવામાં આવે છે. EVM મશીન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં પણ EVM મશીન પર પ્રતિબંધ મૂકવામાં આવે અને લોકશાહીમાં સમાજની માંગ છે આ વર્ષ 2024 ની લોકસભાનું ચૂંટણી બેલેટ પેપર થી ચૂંટણી થાય તે માટે વલસાડ જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

દેશનું લોકતંત્ર લોકશાહી બચાવવા માટે EVM મશીન પર પ્રતિબંધ મૂકવામાં આવે અને આ વર્ષ 2024ની લોકસભાનું ચૂંટણી બેલેટ પેપરથી ચૂંટણી થાય તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજુવાત કરાઈ હતી.