ધરમપુર: હાલમાં વલસાડ જિલ્લામાં હવે ચોરી લુંટફાટની ઘટના ધીમે ધીમે વધી રહી છે ત્યારે 6 ફેબ્રુ. ના રોજ વલસાડ બસ સ્ટેશનમાં વલસાડ ડેપો પ્રશાસનની બેદરકારીના લીધે સાંજના સમયે મોબાઈલ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ થી ધરમપુર જતી બસમાં મોબાઇલની ચોરી થવાની ઘટના બની હતી. લોકોનું કહેવું છે કે આવી ઘટના હજુ વધુ બનશે કેમ કે વલસાડનું ડેપો પ્રશાસન રેગ્યુલર બસ મુકતા નથી જેના કારણે જે બસમાં ભીડ વધારે હોય છે એનો ફાયદો ઉઠાવી આવા લુંટારુઓ આવી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે.

જુઓ વિડીયો..

વલસાડ થી ધરમપુર ની આવક વધારે હોવા છતાં મુસાફરો માટે બસ ફાળવતા નથી જેના કારણે આવી ચોરીની ઘટના બને છે જે તમે વિડીયોમાં જોયું હશે. વીડીયો ફૂટેજ વલસાડમાં મોબાઇલની ચોરી કરતા એક છોકરી અને એક છોકરો ચોરી કરતા દેખાઈ રહ્યા છે.