ડેડીયાપાડા: આદિવાસી વિસ્તારોમાં દિવસે ને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ એક બ્યૂટીપાર્લરમાં જઈને રૂપિયાની માંગણી કરી યુવતીની કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Decision News ને મળેલી માહિતી મુજબ રાકેશ શંકર વસાવા નામનો યુવાન જે ડેડીયાપાડાના ખોખરાઉમર ગામ ખાતે રહે તે ડેડીયાપાડા ચાર રસ્તા નિઝામી કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ચાલી રહેલાં બ્યૂટીપાર્લરમાં કામ કરતો હતો. યુવતીના જણાવ્યા અનુસાર રોજે રોજ તેને તેનું મહેતાણું આપી દેવામાં આવતું હતું પણ ગતરોજ તે બ્યૂટીપાર્લર અંદર આવી ગયો અને યુવતી પાસે રૂપિયાની માંગ કરવા લાગ્યો અનેઅ તેની સાથે શારીરીક છેડતી કરી તેનું ગળું દબાવી મારી નાખવાની ઘમકી આપવા લાગ્યા હતો.
આ સમયે મેં બુમાબુમ કરી દેતા આજુબાજુના દુકાનદારો દોડી આવ્યા અને મને રાકેશના હાથમાંથી છોડાવી હતી. યુવતીએ કહ્યું કે રાકેશે મને કહ્યું કે આ વખતે તો તું બચી ગઈ છે પણ હવે પછી જો તુ મને મળી તો તને, તારા પતિને અને છોકરાને જાનથી મારી નાખીશ. રાકેશ ત્યાં જ નહિ અટક્યો પણ તેણે યુવતીના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને બદનામ કરી દેવાનું કહ્યું હતું. પોલીસે રાકેશ શંકર વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેની વિરુદ્ધ કાર્યવાહી આગળ વધારી છે.

