રાજપીપળા: ગતરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
Decision News ને મળેલી માહિતી મુજબ પ્રદેશ અધ્યક્ષ શ્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા ઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ભરતી મેળા ચાલુ છે. આવનારી લોકસભાની ચુંટણીને ધ્યાન લેતા રાજકીય પાર્ટીઓની પાર્ટીને કાઈ રીતે મજબુત બનાવવા એવા પ્રયત્નનું એધાણ ચાલી રહ્યુ છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા માં ઘરે બેસેલા બેસેલા નેતાઓ પણ પાર્ટીના ખેશ પેહરીને જોડાયા છે ત્યારે આદીવાસી વિસ્તારના લોકો માટે હું કામગીરી કરશે એ જોવાનું રહ્યું.

