વાંસદા: સોમવારના રોજ નેશનલ હાઈવે 56 ના વાંસદાના ખાનપુર ગામમાં વળાંક પાસે રાત્રી દરમિયાન ઓવર સ્પીડમાં બાઈક હંકારી જતા યુવાનનું બાઈકના સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવી દેતા ગંભીર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીના ઘોડવણી ગામનો યુવાને વાંસદાના ખાનપુર ગામમાંથી પસાર થતાં નેશનલ હાઈવે 56 પરથી રાત્રી દરમિયાન ઓવર સ્પીડમાં GJ-21-DC-6112 નંબરની ડ્યૂક બાઈક બાઈક પરથી સંતુલન ગુમાવી દેતા અકસ્માતની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તે સારવાર હેઠળ હોવાની લોકચર્ચા કરી રહ્યા છે.