વલસાડ: નેશનલ રોડ સેફ્ટી મંથ-2024 અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા વાહનચાલકોને રક્ષા સૂત્ર બાંધી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ફૂલ આપી વાહનચાલકો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવાને લઈને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ રોજ સરકારી પોલીટેકનિક વલસાડ, આરટીઓ વલસાડ તેમજ ટ્રાફિક પોલીસ ઓફિસ વલસાડના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોને વલસાડ શહેર ના અલગ અલગ સ્થળો જેવા કે હાલર ચાર રસ્તા, ધરમુર ચોકડી, એસપી ઓફિસ ,આઝાદ ચોક ,કલ્યાણી બાગ ચાર રસ્તા જેવા અનેક સ્થળોએ કોલેજના વિધાર્થીઓ અને અધિકારીઓએ હાથમાં રક્ષા સૂત્ર બાંધી અને ફૂલ આપી જિલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે એના માટે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રી ડો. એ સી ધનેશ્વર સાહેબ એ સહકાર બદલ આરટીઓ વલસાડ અને જિલ્લા ટ્રાફિક પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં લોકો માં ટ્રાફિકના નિયમો અંગે વધુ જાગરૂકતા આવે, અકસ્માતો નિવારી શકાય તેના માટે વલસાડ જિલ્લાના ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવશે એમ જણાવ્યું હતું.

