ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના માકડબન ગામના જીવલાભાઈ ઉર્ફે જિજ્ઞેશભાઇ કુરકુટીયા અને પ્રવિણભાઈ ખીરારી બંને બીએસએફના જવાનો નિવૃત્ત થઈ અને ઘરે વતન પરત ફરતાં તેમના સન્માન યાત્રા અને સ્વાગત કરવામાં આવ્યું હતું.
Decision news ને મળેલી માહિતી મુજબ જિજ્ઞેશભાઇ કુરકુટીયા અને પ્રવિણભાઈ ખીરારી નામના બે જવાનોએ સતત 24 વર્ષ સુધી ભારતીય સીમા સુરક્ષા દળમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી છે અને દેશની રક્ષા માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સરહદ પર અડગ રહ્યા હતા. જેઓ ગઈકાલે સેવામાંથી નિવૃત્ત થઈ પોતાના વતન ધરમપુર માંકડબંધ ગામમાં આવતાં તેની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત પ્રસંગે જિલ્લાના નીવૃત સૈનિકો, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુરના ડૉ. હેમંત પટેલ અને નિવૃત્ત જવાનોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

