ડેડીયાપાડા: PM મોદી 10 ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વડોદરા ખાતે આદિવાસી સંમેલનમાં ભાગ લેશે એવી લોકચર્ચા ઉઠી રહી છે ત્યારે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રવાસ લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી અને આદિવાસી વોટબેંકને રીઝવવા માટે યોજાઈ રહ્યો છે.
લોકચર્ચા છે કે ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠકો ભાજપમાં હાથમાં ન પણ આવે આને આદિવાસી લોકસભાની બેઠકો જતી હોવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. એમ ખાસ કરીને ભરૂચ લોકસભા અને વલસાડ લોકસભાને ધ્યાને રાખીને આ PM મોદીનો પ્રવાસ હોય શકે છે કે કેમ કે બે આદિવાસી યુવાનેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ પોતાના પ્રભુત્વથી બે લોકસભા બેઠકો જીતવાની ક્ષમતા ધરાવે છે. માટે મોદી આ બંને નેતાઓને હલકામાં લઇ લે એમ નથી.
સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોમાં એવી પણ વાત વેગ પકડી રહી છે કે લોકો સમગ્ર ભારત દેશના આદિવાસી સમાજ ના હક અધિકાર માટે 13/14/15 જાન્યુઆરી 2024 ના રોજ સેલવાસ (દાદરા નગર હવેલી) માં લાખો આદિવાસી લોકો ભેગા મળીને એમના રીત રીવાજ પેહેરવેશ પરેરીને હક અધિકાર માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતીને લેખીતમાં આદિવાસીના હક અધિકાર માટે પત્ર વ્યવહાર કર્યો હતો. આ સંમેલનમાં 17 રાજ્યનાના આદિવાસી સમુદાયની જનમેદની અને અન્ય દેશના મહેમાનો પણ આવ્યા હતા.
વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારમાં એમ વાતો ચાલી રહી છે કે ગુજરાતમાં ભરૂચ અને વલસાડ લોકસભા બેઠક ભાજપના હાથમાંથી છટકવાની છે તો જેને લઈને પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આવી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ આદિવાસી વોટબેંકને રિજવા માટે આદિવાસી સંમેલન યોજાશે. હવે આવનારી લોકસભાની ચુંટણીમાં આ બે બેઠકો પર મોદી પોતાની કેટલી અસર ઉભી કરી શકે છે તે જોવું રહ્યું.

