વાંસદા: બે દિવસ પહેલાં વાંસદાના વાંસિયા તળાવના વર્તમાન સમયના મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ વચ્ચે ઢીક્કામુક્કી થયાની ઘટના બનવા પામી હતી જેની પોલીસ ફરિયાદ પણ થઇ છે ત્યારે આ બનાવમાં માજી સરપંચને માર મરાતા હોસ્પિટલ ભેગા કરી દેવાયાનું બહાર આવ્યું છે.

Decision News ને પોલીસમાં કરેલ અરજીમાંથી મેળવેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના વાસીયા તળાવ ગ્રામ પંચાયતમાં માજી સરપંચ મહેશભાઈ આર. ભગરીયા પોતે હાલમાં ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્ય પણ છે. ગામના વિકાસના કામો માટે પોતાના વોર્ડ નંબર સાતમાં રસ્તાની સમસ્યાને લઈ રસ્તાની દરખાસ્ત મૂકતા રસ્તા મંજૂર થયો હતો. જે રસ્તો હાલમાં સરપંચ પતિ મહેશભાઈ દેવલુભાઈ પટેલે અને તલાટીએ ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં ઠરાવ કર્યા વગર પોતે સાઈન કરી રસ્તો બીજી તરફ મંજૂરી માંગતા માજી સરપંચ અને વોર્ડ નંબર 7ના સભ્ય મહેશભાઈને ખબર પડતાં તેમણે તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી.

ત્યારબાદ પંચાયતના તલાટીએ માજી સરપંચ અને હાલના સભ્ય મહેશભાઈ ભગરિયાને ફોન્ કરી પંચાયત ઉપર બોલાવી રસ્તો જોવા જવાનો છે એમ જણાવ્યું હતું. ત્યારે મહિલા સરપંચ પતિ મહેશભાઈ પટેલ સરપંચની કુર્સી ઉપર બેસેલા હતા. ત્યાંથી ઉઠી આવી માજી સરપંચની પાછળ ઊભા રહી અને સરપંચ પતિએ હાલના સભ્યને ગળામાંથી પકડી તને અરજી કરવાનો બહુ શોક છે. તેમ કહી ઢીક્કામુક્કી લોહી લુહાણ કરી નીચે પાડી દેવામાં આવ્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને તલાટી વચ્ચે પડી છોડવતા હાલના સભ્યએ પોલીસને ફોન કરી જાણ કરતા પોલીસ આવી હાલના સભ્ય મહેશભાઈને પોલીસ મથકે લાવી મુઠ માર વાગતા વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને લઈને માજી સરપંચ મહેશભાઈ ભાગરિયાએ વાંસદા પોલીસ મથકે મહિલા સરપંચ પતિ વિરુદ્ધ અરજી આપી છે. આગામી દિવસોમાં આ પ્રકરણ કેવો રાજકીય વળાંક લે તે રસપ્રદ રેહશે.