રાજ્યમાં 50 જેટલા IAS અધિકારીઓની બદલીનો હુકમ ગત રાત્રે જાહેર કરવા આવ્યો હતો. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત કલેકટરની બદલી થઈ છે. નવસારી જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવની પણ બદલી થઈ છે. તેઓ હવે ખેડા જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે જ્યારે નવસારી જિલ્લાના પાડોશી એવા વલસાડના કલેક્ટર ક્ષિપ્રા અગ્રે નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે પદ ગ્રહણ કરશે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ છેલ્લા થોડા વર્ષોમાં નવસારી જિલ્લાએ વહીવટી ક્ષેત્રે રાજ્યમાં ધ્યાન આકર્ષિત કર્યું છે. નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ઉપલબ્ધિઓની વાત કરવામાં આવે તો તેમણે વાસી ખાતે ટેક્ષ્ટાઈલ પાર્ક પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવામાં મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી હતી સાથે જ 2022માં આવેલા તોફાની પૂરમાં પણ કલેક્ટર દ્વારા કુશળતાપૂર્વક સૂઝબૂઝ થી કામગીરી કરી નીચાણવાળા વિસ્તારોમાં ઓછામાં ઓછું નુકશાન થવા સહિત બેસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું હતું.
નવસારી જિલ્લો થોડા વર્ષોથી સ્વચ્છતામાં પાછળ ધકેલાતો રહ્યો છે જેના પગલે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લો સ્વચ્છતા તરફ બે ડગલું આગળ વધે તે દિશામાં જિલ્લા કલેક્ટર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેરેથોન દોડ સહિત હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં રાત્રિઓ સભા કરીને લોકો પ્રશ્નોને જાણી તેમને ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
નવસારી જિલ્લો સ્વચ્છતામાં સમગ્ર રાજ્ય માટે રોડ મોડેલ બને તે દિશામાં પણ જિલ્લા કલેક્ટરે વહીવટી ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી હતી. આગામી લોકસભા 24 ચૂંટણીને ધ્યાન રાખી રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરોને બદલીનો ગંજીપો ચીપયો છે તેમાં નવસારી જિલ્લા કલેક્ટર ની પણ બદલી થવા પામી છે નવસારી જિલ્લા કલેક્ટર ની કામગીરીથી સમગ્ર જિલ્લા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સંતુષ્ટિ અનુભવી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સતત લોક સંપર્ક કરતા અધિકારી તરીકે યાદ રહેશે. વહીવટી વિગત તેઓ અધિકારી પાસેથી મેળવી લોક પ્રશ્નોને હલ કરવા સહિત નિયમિત સંકલન સમિતિમાં અટકેલા કામો પૂર્ણ કરવા તેમની યોગદાન મહત્વપૂર્ણ રહેશે.











