વાંસદા: બાળકોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ વાંસદા તાલુકામાં આવેલ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર માં ડૉ.મનીષભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી,

Decision News ને મળેલી માહિતી મુજબ જેમાં શાળા શ્રેષ્ઠ આદર્શ વિદ્યાર્થી,ધો 10 અને 12માં બોર્ડની પરીક્ષામાં એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરેલ તથા વિષયવાર સૌથી વધારે ગુણ મેળવેલ બાળકો અને વર્ષ દરમ્યાન થતી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય માં સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોને મેડલ, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી નવાજવામાં આવ્યા હતા. આ અવસરે ડૉ.મનીષભાઈ તથા ડૉ.પ્રજ્ઞેશ ગાંવિતે પ્રેરણાત્મક વક્તવ્ય આપી બાળકોને શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થકી નૈતિક વિકાસ તરફ આગળ લઇ જવા માટે શાળા પરિવાર તરફથી થતી કામગીરીને બિરદાવી બાળકોને આશીર્વચન આપ્યા હતા. મંડળના હોદ્દેદારો દ્વારા બાળકો અને શિક્ષકોની ટીમને સરાહનીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના આચાર્યશ્રી રમણભાઇ થોરાત દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોને આવકારી બાળકોને પ્રેરક ઉદબોધન આપી અંતે ટ્રેકિંગ અને આર્ચરીમાં તાલકાનું નામ રોશન કરનાર વિકેશભાઈ, કાજલબેન અને હાર્દિકભાઈને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોની સમગ્ર ટીમે વ્યવસ્થિત આયોજન કરી જહેમત  ઊઠાવી હતી.