વાંસદા: નવસારી જિલ્લાની 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદા તાલુકામાં આવેલાં ગાંધી મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
જુઓ વિડીઓ..
Decision news ને મળેલી માહિતી મુજબ 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં ધામ-ધૂમપૂર્વક કરવામાં આવી છે, ત્યારે નવસારી જિલ્લાની 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદાના ગાંધી મેદાન ખાતે નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ધ્વજવંદન કર્યા બાદ મંત્રી કનુભાઇ દેસાઇએ પરેડ નિરીક્ષણ કર્યું હતું જે બાદ ઉપસ્થિતોને સંબોધતા મંત્રી કનુભાઇ દેસાઇ સરકારની વિવિધ ઉપલબ્ધિઓની વાતો કરી હતી, જ્યારે ઉપસ્થિતોએ સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો સાથે જ વાંસદા તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક વાંસદાના પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો તો જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વિવિધ વિભાગના કર્મચારીઓનું સન્માન ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.