તાપી: સમગ્ર દેશભરમાં ણ ગુજરાત રાજ્યમાં પણ જ્યારે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે તાપી જિલ્લામાં આવેલ ચાકડીયા પ્રાથમિક શાળામાં ભારતના બંધારણના આમુખ અને વૃક્ષ વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ ચાકડીયા પ્રાથમિક શાળાના આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શાળા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુધાકરભાઈ ગામીત તેમજ ચાકડીયા ગામના સરપંચ શ્રી રસિકભાઈ ગામીત દ્વારા ગણતંત્ર દિવસને અનુલક્ષીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિત મુખ્ય મહેમાન એવા આમ આદમી પાર્ટીના તાપી જિલ્લા ઉપ્રમુખ એડવોકેટ જીમ્મી પટેલ દ્વારા બાળકો ને “બંધારણ નું આમુખ” આપી તેનું વાંચન કરાવી બંધારણ ના આમુખમાં આપેલ “ન્યાય”, “સ્વતંત્રતા”, “સમાનતા”, “બંધુતા” ની સમજણ આપવામાં આવી હતી.

ત્યારબાદ તેમના સાથે આવેલ We Work For Green ટિમ દ્વારા શાળાના તમામ બાળકો ને જમરૂખ, સંતરા, બદામ, મહુડા જેવા ફડાવ વૃક્ષોના છોડવા આપી. તેની માવજત કરી વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે બાળકોને લડવા સંકલ્પ લેવડાવ્યો હતો. આમ ગણતંત્ર દિવસને અનોખો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું.