ચીખલી: હાલમાં જ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં જાહેરનામાં વગર ભારત માલા પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદન કરવા માટે આવેલા હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટર કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક વડીલ દ્વારા એસ.પી.ને ફરિયાદ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મગનલાલ પટેલ નામના વડીલ દ્વારા ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં જાહેરનામાં વગર ભારત માલા પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદન કરવા માટે આવેલા હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટર કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસ.પી.ને ફરિયાદ આપવામાં આવી છે.
તેમની ફરિયાદ અનુસાર તેમની જમીન 73 એ એ મુજબની આવેલી છે. જમીન સંપાદનમાં કોઇપણ જાહેરનામું કે નોટિફિકેશ અસ્તિત્વમાં ન હોવા છતાં ભારતમાલા એક્સપ્રેસ વે માટે ગેરકાયદેસર રીતે જમીન સંપાદન કરવા આવ્યા હોય અને ધમકી આપતા હોય તેમની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા એસ.પી.ને ફરિયાદ કરી હતી.

