ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના નગરપાલિકા વોર્ડ નંબર 5 માં નગરપાલિકા વિસ્તારમાંથી જતો રોડ ખોદી નાખી કામ કરતા સ્થાનિક લોકોએ આ કામનો વિરોધ કર્યો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા વિસ્તારમાં રોડ ખોદીને પાઇપો દાટી રહ્યા હોય પરંતુ ચોમાસામાં આ રોડ પર ખોદકામ થવાને કારણે ગાડીઓ ફસી જવી કે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ની વાત કરી હતી.
જુઓ વિડીયો..
હાલમાં વાહનો કાઢવામાં મુશ્કેલી પડી રહી હોય અને આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર, પંચાયત માર્ગ મકાન વિભાગ,ધરમપુ ને 23/01/2024 એ લેખિતમાં ફરિયાદ કર્યા હોવા છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સ્થાનિકો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે સમર્થન જાહેર કર્યું છે.

