ડેડીયાપાડા: આદિવાસી સમાજના યુવાપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન મળ્યા છતાં જેલમાંથી બહાર આવવાની ના પાડી દીધી છે.ચ કેમ કે એની પાછળ ચૈતર વસાવાનો પત્નિ પ્રેમ છે. ચૈતર વસાવાને જામીન મળ્યા છે પણ તેમની પત્નીને જામીન મળ્યા નથી તેની સુનવણી 24 જાન્યુઆરી થનાર છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પત્નિ શકુંતલા વસાવાને મોરલ સપોર્ટ મળી રહે એ માટે ચૈતર વસાવા પણ પત્ની સાથે જેલમાં રહેશે, એમની પત્નીની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરી છે, પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે

આમ આદિવાસી સમાજના પરંપરા અને રીતરીવાજો સાથે પતિ પત્નીના સંબ્ધોનું માહાત્મ્ય સમજતાં ચૈતર વસાવા પોતાની પત્ની શકુંતલા વસાવાની જેલમાં મુકીને કેમ આવે.. માટે તેઓ કાલે એમની પત્ની સાથે આવતી કાલે બહાર આવશે.